Tags

પ્રિય મિત્રો,

તમને સહુને ગુજરાત સ્થાપના દિવસ ની હાર્દિક શુભકામનાઓ તા. 1 મે, 1960 ના દિવસે ગુજરાત રાજ્ય ની સ્થાપના થઇ હતી.
Happy Gujarat Foundation day.

“જય જય ગરવી ગુજરાત” A poem written by kavi shree Narmad.

જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને,
પ્રેમ ભક્તિની રીત – ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે
દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.

Advertisements